________________
સ્વાધ્યાય સંચય : ૩૯૧
ખારે દરસન દીજો આય, તુમ બિન રહ્યો ન જાય; જળ બિન કમલ ચંદ બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની." આકુળ વ્યાકુળ ફિરે રેન દિન, બિરહુ કલેજો ખાય; દિવસ ન ભૂખ નીંદ નહીં રેના, મુખસ્ કહત ન આવે નૈના. કહા કહું? કુછ કહત ન આવૈ મિલકર તપત બુઝાય; કયું તરસાવો અંતરજામી? આય મિલો કિરપા કર સ્વામી; મીરાં દાસી જનમજનમ કી, પડી તુમ્હારે પાય.
હરિ ૦
હરિ.
હાં રે હરિ વસે હરિના જનમા; હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? ભેખ ધરીને તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વન કે અરણ્યમાં રે. કાશી જાવો ને તમે ગંગાજી લ્હાવો; પ્રભુ નથી પાણી-પવનમાં રે. જોગ કરો ને ભલે જગન કરાવો; પ્રભુ નથી હોમહવનમાં રે. બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર; હરિ વસે હરિજનમાં રે.
હરિ.
હરિ ૦
રામ રાખે તેમ રહિયે, ઓધવજી રામ રાખે તેમ રહિયે!
આપણે ચિઠ્ઠીના ચાકર હૈયે. ઓધવજી ૦ કોઈ દિન પેરણ હારને ચીર, તો કોઈ દિન સાદા રહિયે. ઓધવજી ૦ કોઈ દિન ભોજન શીરો ને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહિયે. ઓધવજી ૦ ૧. સખી. ૨. વચન, વેણ.