________________
૩૯૨ : સ્વાધ્યાય સંચય
કોઈ દિન રહેવાને બાગબગીચા, તો કોઈ દિન જંગલ રહિયે. ઓધવજી ૦ કોઈ દિન સૂવાને ગાદીતકિયા, તો કોઈ દિન ભોંય સૂઈ રહિયે. ઓધવજી ૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, સુખદુ:ખ સૌ સહી રહિયે. ઓધવજી ૦
અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી. (ટેક) ભવસાગરમાં મહાદુ:ખ પામી, લખચોરાસી ફરી. સાહેલી સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી. સાહેલી છે કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી. સાહેલી છે જનમ ધરીને સંતાપ વેઠયા, ઘરનો તે ધંધો કરી. સાહેલી છે સંતસંગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી. સાહેલી સદ્ગની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી. સાહેલી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી. સાહેલી છે
તુમ કારણ સબ સુખ છોડ્યા, અબ મોહિ શું તરસાવી હીં; બિરહ-બિથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવી હતી. અબ છોડત નહિ બણે પ્રભુજી, હંસકર તુરત બુલાર્વા હીં; મીરાં દાસી જનમ-જનમ કી, અંગ સે અંગ લગાઊં હૌ.
સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ. પ્રાણી છે આરે કાયાનો ગર્વ ન કીજે, અંતે થવાની છે ખાખ. પ્રાણી છે. હસ્તી ને ઘોડા, માલ ખજાના, કાંઈ ન આવે સાથ. પ્રાણી - સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે સાખ. પ્રાણી છે બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિચરણે ચિત્ત રાખ. પ્રાણી છે
૧. શાંત કરો. ૨. બોલાવો. ૩. લગાવો.