________________
૩૯૦ : સ્વાધ્યાય સંચય
હો શામળિયાજી!
પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી,
સુખ છે તમારા શરણમાં,
એ મારા ગુરુએ કહ્યું કરણમાં. જપતપ તીરથ મારી મારે ચારે પદારથ,
એ સૌ આપના છે ચરણમાં. પ્રેમ કરીને દય-મંદિરે પધારો, વહાલા!
ન જોશો જાત કુણ વરણમાં. બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, હાલા!
આડે આવજો મારા મરણમાં.
હો શામળિયાજી!
હો શામળિયાજી!
હો શામળિયાજી!
| (ટેક)
મોહન પ્યારા
મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;
મુખડાની માયા લાગી રે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ત્યારું રે. સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું;
તેને ઘેર શીદ જઈએ રે? પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રાંડવાનો ભેખ ટાળ્યો રે, મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.
મોહન પ્યારા ૦
મોહન પ્યારા
મોહન પ્યારા ૦
૧. ભય. ૨. મહાભાગ્યવાન.