SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૮૯ અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ, દાસી મીરાં લાલ ગિરિધર, હોની હો સો હોઈ. અબ ૦ ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મેરા ઘેલામાં ગુણ લાવ્યો. (ટેક) આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું; ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ. ઘેલાં ૦ ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથ; પૂર્વ જન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે. ઘેલાં છે ઘેલાની વાતો ઘેલાં જાણે, તે દુનિયા શું જાણે? જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે. ઘેલાં ૦ ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતનાં શરણાં લીધાં; બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં. ઘેલાં ૦ કરના ફકીરી તબ ક્યા દિલગીરી? સદા મગન મેં રહેના જી. (ટેક) કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા, કોઈ દિન જંગલ બસના જી. કરના ૦ કોઈ દિન હસ્તી ને કોઈ દિન ઘોડા, કોઈ દિન પાઉં ચલના જી. કરના ૦ કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડું, કોઈ દિન ફાકમફાકા જી. કરના ૦ કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ, કોઈ દિન ભોંય પે લોટના જી. કરનારા મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, કછુ આંચ પડે તો સહના જી. કરના ૦
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy