________________
૩૮૮ : સ્વાધ્યાય સંચય
આંબલિયાની છાયા રે, દીસે રળિયામણી રે જી;
તેને સેવે ફળની પ્રાપ્તિ થાય. વહારું ગુરુને પ્રતાપે રે, મીરાંબાઈ બોલિયાં રે જી;
રાખો અમને સંતના ચરણની માંહ્ય. વહારું ,
મારું મનડું વીંધાણું રાણા, ચિતડું ચોરાણું, રાણા, શું રે કરું? શું રે કરું? વિષ પીધે ના મરું, હો રાણા, શું રે કરું? મારું ૦ નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા; તારી શિખામણ હવે, મારે મન ફોક, રાણા, શું રે કરું ૦ ભરી બજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા; શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાયે, રાણા, શું રે કરું , ભૂલી રે ભૂલી હું તો ઘરનાં રે કામ રાણા; ભોજન ન ભાવે, નયણે નીંદ છે હરામ, રાણા, શું રે કરું બાઈ મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર વાલા, પ્રભુજીને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ, રાણા, શું રે કરું
— — – અબ તો મેરા રામનામ, દૂસરા ન કોઈ. (ટેક) માતા છોડી પિતા છોડે છોડે સગા ભાઈ,
સાધુ સંગ બેઠબેઠ લોકલાજ ખોઈ. સંત દેખ દોડ આઈ જગત દેખ રોઈ,
પ્રેમ-આંસુ ડાર ડાર અમરબેલ બોઈ. મારગ મેં તારગ મીલે સંત રામ દોઈ,
સંત, સદા શિર ઉપર રામ દ્ભય હોઈ અંત મેં સે તંત કાઢયો પીછે રહી સોઈ,
રાણે મેલ્યા વિશના પ્યાલા, પીને મસ્ત હોઈ અબ ૦
અબ ૦
અબ છે
અબ ૦