SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૮૭ (ટેક) પ્રભુજી, મન માને જબ તાર. નદિયાં ગહિરે નાવ પુરાને, અબ કૈસે ઊતરું પાર? પ્રભુજી ૦ વેદ પુરાનાં સબ કુછ દેખે, અંત ન લાગે પાર. પ્રભુજી ૦ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નામ નિરંતર સાર. પ્રભુજી ૦ દવ તો લાગેલ ડુંગર મેં, કહોને વ્હાલા, હવે કેમ કરીએ? કેમ તે કરીએ? અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગર મેં ...(ટેક) હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ, બેસી રહીએ તો અમે બળી મરીએ રે. કહોને ૦ આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વહાલા પર વસ્તીની પાંખે અમે ફેરીએ રે. કહોને સંસારસાગર ભરિયોરે વહાલા, બાંઈ ઝાલો નીકર બૂડી મરીએ રે. કહોને - બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હેરી, ગુરુજી તારો તો અમે તરીએ રે. કહોને વહારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો રે ! નીચપણું નિશ્ચ નરકે લઈ જાય. (ટેક) આકડિયાનાં દૂધ રે, અતિ ઘણાં ઊજળાં રે જી; તેને પીધે તરત મૃત્યુ થાય. વહારું , ગરવી ગાયનાં દૂધ રે, અતિ ઘણાં મીઠડાં રે જ! સાકર ભેળે સ્વાદ અદકેરો થાય. વહારું , બાવળને કંટાળો રે, દીસે અળખામણો રે જી; છાંયે બેસે અંગ ને વસ્ત્ર ઉઝરડાય. વહારું ,
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy