________________
સ્વાધ્યાય સંચય : ૩૭૫
બંધક મુનિના શિષ્ય સૌ, ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી, પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને, અમરતા વરતા ઘણા, એ મોક્ષગામી સપુરુષના, ચરણમાં હો વંદના? ૩ સંગ્રામ આ શૂરવીરનો. આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં, ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ-મરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. ૪ કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહો, જાગૃત રહો! સદ્ગુરુશરણે ય રાખી, અભય આનંદિત હો! ૫
શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ-૧
(દોહરા) વર્ધમાન વચને સદા, શ્રી ગૌતમ ગણધાર, દેવશર્મ પ્રતિબોધવા, ગયા હતા નિરધાર. ... ૧ પ્રતિબોધી તે વિપ્રને, પાછા વળિયા જાય, તવ તે શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવ ધામ. ... ૨ ધૂસકે પડ્યો તવ ધ્રાસકો, ઊપજ્યો ખેદ અપાર, વીર વીર કહી વલવલે, સમરે ગુણ સંભાર. ... ૩ પૂછીશ કોને પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત, ઉત્તર કોણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત. ... અહો પ્રભુ! આ શું કર્યું, દીનાનાથ દયાળ, એ અવસર મુજને તમે, ટાળ્યો દૂર કૃપાળ. ... ૫
જ