________________
૩૭૪ : સ્વાધ્યાય સંચય
|| ૫ ||
હું તો મોહતણે વશ પડિયો, તું તો સબળ મોહને નડિયો, હું તો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. | ૪ || મહારે જન્મમરણનો ફેરો, તેં તો તોડયો તેનો દોરો, મહારો પાસો ન મેલે રાગ, પ્રભુ તુમે થયા વીતરાગ. મુને માયાએ મેલી ફાંસી, તુમે નિરબંધ થયા અવિનાશી, હું તો સમકિતથી ૨ે અધૂરો, તું તો સકળ પદારથે પૂરો. || ૬ || મહારે તો હિ જ એક, તહારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મેલું માન, તુમે માનરહિત ભગવાન. મહારું કીધું તે શું થાય, તમે ટ્રંક ભણી કરો સ્લાય, તુમે એક કરો મહેરબાની, મહારો મુજરો લેજો માની. એક વાર જો નજરે નિરખો, તો હું થાઉં તુમ ગુણ સરીખો, જે સેવક તુમ ગુણ ગાશે, તે તુમ સરીખો ગુણી થાશે. ભવોભવ તમારી સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સાહામું જુઓને સેવક જાણી, એમ ઉદયરત્ન બોલ્યા વાણી.||૧૦||ઇતિ
|| ૯ ||
*
વીરહાક
વારસ અહો! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દિ', કો સદા કંપાવજો; રે! સિંહનાં સંતાનને, શિયાળ શું કરનાર છે. મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ કાયાતણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય જો? સર્વજ્ઞની સમજણ ગ્રહે, તે મરણને શાને ગણે? ક્ષત્રીય જો વીરહાક સુણે, તો ચઢે ઝટ તે રણે. ૨
|| ૭ ||
|| ૮ ||