________________
૩૬૦ : સ્વાધ્યાય સંચય
સીતા કું રામ, કામ જું રતિ કું, પંથી કું ઘર બારના; દાની કે ત્યાગ, ભાગ બ્રહ્મન કું, જોગી કે સંજમ ધારના. ઐસે ૦ ૩ નંદનવન જું સુર ડું વલ્લભ, ન્યાયી કું ન્યાય નિહારના; હું મેરે મન તું હી સુહાયો, ઓર તો ચિત્તશેં ઉતારના. એસે૦ ૪ શ્રી સુપાર્શ્વ દર્શન પર તેરે, કીજે કોડી ઉવારણા; શ્રી નયવિજય વિબુધ સેવક કું, દિયો સમતારસ પારણા. ઐસે ૦ ૫
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમ ચંદ રે ભવિક લોક ચકોર નિરખત, લહે પરમાનંદ ૨. શ્રી ૦ ચં ૦ ૧ મહમહે મહિમાએ જશભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભ્રમર રસિયા, લહે સુખ મકરંદ રે. શ્રી ચં૦ ૨ જસ નામે દોલત અધિક દીપે, ટળે દોહગ દંદ રે; જસ ગુણ કથા ભવ વ્યથા ભાજ, બાન શિવતરુ કંદ રે. શ્રી ચં ૦ ૩ વિપુલ દય વિશાલ ભુયુગ, ચલિતિ ચાલ ગયંદરુ રે; અતુલ અતિશય મહિમા મંદિર, પ્રણમત સુરનર વૃંદ રે. શ્રી ચં૦ ૪ હું દાસ ચાકર દેવ તારો, શિષ્ય તુજ ફરજંદ રે, જસ વિજય વાચક એમ વીનવે, ટાલ મુજ ભવફંદ રે, શ્રી ચં ૦ ૫
(૯) શ્રી સુવિધિ જિન સ્તવન મેં કીનો નહીં તુમ બિન ઓરશું રાગ– દિન દિન વાન ચઢત ગુણ તેરો, જું કંચન પરભાગ; ઓરન મેં હે કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ. મેં. ૧
૧. દુર્ભાગ્ય. ૨. દ્વન્દ્ર શીતળ અને ઉષ્ણ, જન્મમરણ આદિ જોડકાં