________________
૩૫ર : સ્વાધ્યાય સંચય
રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાન ધર્મ દિગંદો; દીપચંદ્ર સદ્ગુરુ ગુણવંતા, પાઠક ધીર ગયંદો રે. જિ. ૬ દેવચંદ્ર ગણિ આતમ હેતે, ગાયા વીશ નિણંદો; ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપત્તિ પ્રગટે, સુજશ મહોદય વંદો રે. જિ. ૭
(૨૧) શ્રી નેમિનાથ જિન સ્તવન મુજ મન પંકજ ભ્રમર લે, શ્રી નમિજિન જગદીશો રે;
ધ્યાન કરુ નિત તુમ તાણું, નામ જપું નિશ દીશો રે. મુજ ૦ ૧ ચિત્ત થકી કઈ મેં ન વિસરે, દેખિયે આગલે ધ્યાને રે; અંતર તાપથી જાણિયે, દૂર રહ્યા અનુમાને રે. મુજ ૨ તુ ગતિ તું મતિ આશરો, તુહિજ બાંધવ મોટો રે. વાચક યશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટો રે, મુજ ૦ ૩
શ્રી નેમિનાથ સ્તવન કહા કિયો તમે કહો મેરે સાંઈ, ફેરિ ચલે રથ તોરણ આઈ; દિલજાનિ અરે, મેરા નાહ ન ત્યજીય નેહ કછુ અજાનિ. દિ - ૧ અટપટાઈ ચલે ધરી કછુ રોષ, પશુઅનકે શિર દે કરિ દોષ. દિ ૦ ૨ રંગ બિચ ભયો યાથી ભંગ, સો તો સાચો જાનો કુરંગ. દિ - ૩ પ્રીતિ તનકમિ તોરત આજ, પિઉ ના મન તુમ લાજ. દિ. ૪ તુમ્હ બહુનાયક જાનો ન પીર, વિરહ લાગી જિઉ વૈરી કો તીર. દિ. ૫ હાર ઠાર શૃંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર. દિ૦ ૬ તુજ વિન લાગે સૂની સેજ, નહીં તનુ તેજ ન હારદહેજ. દિ ૦ ૭ ૧. વેદના. ૨. ગળામાં હાર હિમ જેવા અને શણગાર અગ્નિના અંગારા જેવા લાગે છે.