________________
સ્વાધ્યાય સંચય : ૩પ૩,
આવોને મંદિર વિલાસો ભોગ, બુઢાપન મેં લીજે જોગ. દિ ૦ ૮ છોરુંગી મેં નહિ તેરો સંગ, ગઇલિ ચલું જિઉં છાયા અંગ. દિ ૦ ૯ કેમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર. દિ૦ ૧૦ કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન, દિ ૦ ૧૧ મુક્તિ મહેલ મેં ખેલે દોઈ, પ્રણમેં યશ ઉલ્લસિત તન હોઈ. દિ - ૧૨
(૨૩) શ્રી પાર્શ્વનાથ સ્તવન ચઉ કષાય પાતાલ કળશ જિહાં, તિસના પવન પ્રચંડ; બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું હે, આરતિ ફેન ઉડ. ભવસાયર ભીષણ તારીએ હો, અહો મેરે લલના પાસજી; ત્રિભુવન નાથ દિલ મેં, એ વિનંતી ધારિયે હો. ભ - ૧
જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિગલ કરત હે નિમગઉમંગ. ભ૦ ૨ ભમરિયા કે બીચિ ભયંકર, ઊલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાર. ભ૦ ૩ ગરજત અરતિ ફરતિ રતિ બિજુરી, હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભ૦ ૪ જુરે પાટિયૅ જિઉ અતિ જોરી, સહસ અઢાર શીલંગ; ધર્મ જિહાજ તિઉ સજકરિ ચલવો, યશ કહે શિવપુરિ ચંગ. ભ ૦ ૫
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે,
| ભેટયા ભેટયા વીરજિણંદ રે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે,
પામું પામું પરમાનંદ રે. ૧. તૃષ્ણા. ૨. આતિ-પીડા દુ:ખ. ૩. મગરમચ્છ.
૬ ૦ ૧