________________
સ્વાધ્યાય સંચય : ૩૫૧
ભ્રમર અર્ધ શશિ ધનુહ કમલદલ, કીર હીર પૂનમશશિની; શોભા તુચ્છ થઈ પ્રભુ દેખત, કાયર હાથ જિમ અસિની. હું ૨ મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અમચી; મોહતિમિર રવિ હર્ષચંદ્રકવિ, મૂર્તિ એ ઉપશમચી. હું ૩ મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુર્ખ દેખતાં તનુની; ઇન્દ્રિય તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની. હું ૦ ૪ મીન ચકોર મોર મતંગજ, જલ શશિ ઘન નિજ વનથી; તિમ મુજ પ્રીતિ સાહિબ સુરતથી, ઔર ન ચાહું મનથી. હું ૫ જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઈતની; દેવચંદ્ર સેવન મેં અહનિશિ, રમજો પરિણતિ ચિત્તની. હું ૬
કલશ વંદો વંદો રે જિનવર વિચરતા વંદો; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે.
જિનવર વિચરતા વંદો. જંબુદ્રીપે ચાર જિનેશ્વર, ઘાતકી આઠ આણંદો; પુષ્કર અર્થે આઠ મહામુનિ, સેવે ચોસઠ ઇન્દો રે. જિ. ૨ કેવલી ગણધર સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા વૃદો; જિન મુખ ધર્મ અમૃત અનુભવતાં, પામે મન આણંદો રે. જિ૦ ૩ સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાયો જિનગુણ છંદો; જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ ૦ ૪ ખરતર ગચ્છ જિનચંદ્ર સૂરિવર, પુણ્ય પ્રધાન મણિદો; સુમતિસાગર સાધુ રંગ સુવાચક, પીધો શ્રુતમકરંદો રે. જિ. ૫