________________
સ્વાધ્યાય સંચય : ૩૪૯
એમ જીત્યો તુમે જગતને, મ ૦ હરિ લીયો ચિત્ત રતન રે, મ ૦ બંધુ કહાવો જગતના, મ તે કિમ હોય ઉપમન્ન રે. મ ૦ ૬ ગતિ તમે જાણો તુમતણી, મ હું સેવું તુજ પાય રે; મ શરણ કરે બળિયાતણું, મ - યશ કહે તસ સુખ થાય રે. મ ૦ ૭
(૧૦) શ્રી મલ્લિનાથ જિન સ્તવન મલ્લિ જિણેસર મુજને તમે મિલ્યા, જેહમાંહી સુખકંદ, વાઘેસર; તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગવંદ. વા ૦ મ ૧ આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દર્શન દીઠ) વા . મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વા ૦ મ ૦ ૨ પંચમ આરે રે તુમ્હ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વા . ચોથો આરો રે ફિરિ આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ. વા . મ ૦ ૩
(૨૦) શ્રી અજીતવીર્ય જિન સ્તવન અજીતવીર્ય જિન વિચરતા રે, મનમોહના રે લોલ; પુષ્કરઅર્ધ વિદત્ત રે, ભવિ બોહના રે લોલ. જંગમ સુરતરુ સારીખો રે, મ . સેવે ધન્ય ધન્ય તેહ રે. ભવિ . ૧ જિનગુણ અમૃત પાનથી રે, મ - અમૃત ક્રિયા સુપસાય રે; ભ૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે, મ ૦ આતમ અમૃત થાય રે. ભ ૦ ૨ પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે, મ , વચન અસંગી સેવ રે; ભ . કર્તા તન્મયતા લહે રે, મ ૦ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦ પરમેશ્વર અવલંબને રે, મ૦ ધાતા બેય અભેદ રે ભ૦ ધ્યેય સમાપત્તિ હુવે રે, મ ૦ સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે. ભ૦ ૪
W