________________
૩૪૮ : સ્વાધ્યાય સંચય
શ્રી નયવિજય સુશિષ, યશ કહે સુણો જગદીશ; આ ૦ તારો . રે હું સેવક દેવ કરો દયાજી.
૭
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન અરજિન દરિશન દીજીયેજી, ભવિક કમળ વનસૂર; મન તરસે મળવા ઘણુંજી, તમે તો જઈ રહ્યા દૂર.
સોભાગી તુમશું મુજ મન નેહ. તુમશું મુજ મન નેહલોજી, જીમ ' બાઈયાં મેહ. સો ૦ ૧ આવાગમન પથિક તણુંજી, નહિ શિવ નગર નિવેશ; કાગળ કુણ હાથે લિખું, કોણ કહે સંદેશ. સો ૦ ૨ જો સેવક સંભારશોજી, અંતરયામી રે આપ; યશ કહે તો તુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ. સો ૦ ૩
(૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન ચંદ્રયશાજિન રાજીઓ, મનમોહન મેરે પુષ્કરદીવ મોઝાર રે, મ ૦ પશ્ચિમ અરધ સોહામણો, મ૦ વચ્છ વિજય સંભાર રે. મ. ૧ નયરી સુણીમા વિચરતા, મ ૦ સંવરભૂપ કુલચંદ રે, મ ૦ શશિ લાંછન પદ્માવતી, મ - વલ્લભ ગંગાનંદ રે. મ ૦ ૨ કટિબીલાએ કેસરી, મ, તે હાર્યો ગયો રાન રે, મ ૦ હાર્યો હિમકર તુજ મુખે, મ હજિય વળે નહિ વાન રે. મ ૦ ૩ તુજ લોચનથી લાજિયાં, મ - કમળ ગયાં જળમાંહી રે, મ ૦ અહિપતિ પાતાળે ગયો, મ = જીત્યો લલિત તુજ બાંહી રે. મ ૦ ૪ જીત્યો દિનકર તેજશું, મ૦ ફિરતો રહે તે આકાશ રે, મ ૦ નિંદ ન આવે તેહને, મ૦ જેહ મને ખેદ અભ્યાસ રે. મ - ૫