________________
સ્વાધ્યાય સંચય : ૩૪૭
ધર્મક્ષમાદિક સૈન્ય, પરિણતિપ્રભુતા હો તુજ બલ આકરોઇ; તત્ત્વ સકલ પ્રાગભાવ, સાદિ અનંતિ રે રીતે પ્રભુ ધર્યો. હું ૫ દ્રવ્ય ભાવ અરિલેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપભોગી રે જ્ઞાન ગુણે ભર્યો . હું ૬ આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશ વિરતિ ધરુજી; આતમ સિદ્ધ અનંત કારણરૂપે રે યોગ ક્ષેમ કરુજી. હું ૦ ૭ સમ્યગ્દષ્ટિ જીવ, આણારંગી હો સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદક જે હો શ્રી મહાભદ્રનાજી. હું ૮ દેવચંદ્ર જિનચંદ્ર, ભકતે રાચી હો ભાવિ આતમ રુચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે હો સત્તાગત શુચિજી. હું ૯
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ; આજ હો રાણી રે, સૂરિકાંતા કંત સોહામણોજી. પુષ્કર પશ્ચિમ અર્બ, વિજ્ય તે વપ્ર સુબદ્ધ, આ છે નયરી રે વિજ્યાએ વિહરે ગુણ નીલોજી. મહાભદ્ર જિનરાય, ગજલંછન જસ પાય; આ ૦ સોહે રે મોહે રે મન લટકાળે લોયણેજી. તેહશું મુજ અતિ પ્રેમ, પરસુર નમવા નેમ, આ રજે રે દુ:ખ ભંજે પ્રભુ મુજ તે ગુણેજી. ધર્મ યૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ; આ ૦ લાખણી લાડી મુગતિ તે મેલશેજી. ચરણ ધર્મ અવદાત, તે કન્યાનો તાત; આ ૦ માહરા રે પ્રભુજીને તે છે વશ સદાજી.
પૂ.