________________
૩૪૪ : સ્વાધ્યાય સંચય
(૧૬) શ્રી નમીશ્વર સ્વામી જિન સ્તવન જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો,
તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો. સમ્યજ્ઞાન સુધારસ ધામ જો,
છાંડી દુર્રય મિથ્યા નિદ પ્રમાદની રે લો. સહેજે પ્રગટયો નિજ પર ભાવ વિવેક જો;
અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જા,
નિજ પરિણતિથિર નિજ ધર્મરસે ઠવે રે લો. જ૦ ૨ ત્યાગીને સવિ પરપરિણતિરસરીઝ જો,
જાગી છે નિજ આતમ અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો,
જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. બંધના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વલગ્યો પૂરણ ઉપયોગ જો,
તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો. જે અતિ” દુસ્તર જલધિ સમો સંસાર જો,
તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જા,
તેણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો.
૧. આ પાંચમી કડીની છેલ્લી બે લીટીનું પાઠાંતર : જાણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો, અવલંબ્યો નિર્વિકલ્પ પરમાતમ તત્ત્વને ૨ે લો.
૪૦ ૧
૦૪૦ ૩
૪૦ ૪
૪૦ ૫
૪૦ ૫