________________
૩૩૮ : સ્વાધ્યાય સંચય
પૂરણ બ્રહ્મને પૂર્ણાનંદી, દર્શન જ્ઞાન ચરણ રસ કંદી; સકળ વિભાવ પ્રસંગ અહંદી, તેહ દેવ સમરસ મકરંદી. ૪ તેહની ભક્તિ ભવભય ભાજ, નિર્ગુણ પિણ ગુણશકિત ગાજે, દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિમળ સવિ કાપે. ૫ અધ્યાતમ સુખકારણ પૂરો, સ્વસ્વભાવ અનુભૂતિ સમૂરો; તસુ ગુણે વળગી ચેતના કીજે, પરમ મહોદય શુદ્ધિ લહિજે. ૬ મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા લીના, આતમ સંપત્તિ ભાસન પીના; આણારંગે ચિત્ત ધરી, દેવચંદ્રપદ શીધ્ર વરીને. ૭
(૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ, પરપરિણતિના પાસને, નિષ્કાસન રેહ. ચં ૦ ૧ પુદ્ગલ ભાવ આશંસના, ઉદ્ધાસન કેતુ; સમ્યગદર્શન વાસના, ભાસન ચરણ સમેત. ચં ૦ ૨ ત્રિકરણ યોગ પ્રશંસના, ગુણસ્તવના રંગ; વંદન પૂજન ભાવના, નિપાવના અંગ. ચં૦ ૩ પરમાતમ પદ કામના, કામનાશન એહ; સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુણ ગેહ. ચં. ૪ પરમેશ્વર આલંબના, રાઆ જેહ જીવ; નિર્મળ સાધ્યની સાધના, સાધે તેહ સદીવ. ચં . ૫ પરમાનંદ ઉપાસવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં, પરસેવ ન થાય. ચં. શુદ્ધોત્તમ સંપત્તિતણા, તુમ્હ કારણ સાર; દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચં ૦ ૭