________________
સ્વાધ્યાય સંચય : ૩૩૯
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન વિમળનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ, લલના; પિક વછે સહકારને, પંથી મન જિમ ધામ; લલના. વિ. ૧ કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિદ, લ , ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. લ૦ વિ૦ ૨ અલિ મન વિકસિત માલતી, કમલિનિ ચિત્ત દિગંદ; લ૦ વાચક યશને વાલહો, તેમ શ્રી વિમળ જિણંદ. લ૦ વિ૦ ૩
--
-
-*
(૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબળ નંદ લાલ રે; મહિમા કુખે હંસલો, કમળ લંછન સુખકંદ લાલ રે. ભુજંગ ૧ વપ્ર વિજય વિજયાપુરી, કરે વિહાર ઉછાહ લાલ રે, પૂરવ અરધે પુખ્ત રે, ગંધસેનાનો નાહ રે લાલ રે. ભ - ૨ કાગળ લિખવો કારમો, આવે જો દુર્જન હાથ લાલ રે; અણ મિલવું દૂરંતરે, ચિત્ત ફિરે તુમ સાથ લાલ રે.
ભુ ૦ ૩ કિસિ ઇસારત કીજીએ, તુમ જાણો છો જગભાવ લાલ રે, સાહિબ જાણ અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે. ભુ - ૪ ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે; કરુણાપૂરણ લોયણે, સામું કાંઈ ન જોય લાલ રે. ભુ ૦ ૫ આસંગો મોટા તણો, કુંજર ગ્રહવો કાન લાલ રે; વાચક યશ કહે વિનતિ, ભક્તિ વિશે મુજ માન લાલ રે. ભુ ૦ ૬
–
૧. કોકિલ. ૨. આંબાને. ૩. છએ દ્રવ્યના.