________________
સ્વાધ્યાય સંચય : ૩૩૭
ધન તન મન વચના સવે, જોડયા સ્વામી પાય; ના ૦ બાધક કારણ વારતાં, સાધન કારણ થાય. ના - ન - ૧૦ આતમતા પલટાવતાં, પ્રગટે, સંવર રૂપ; ના ૦ સ્વસ્વરૂપ રસી કરે, પૂર્ણાનંદ અનૂપ. ના ૦ ૧ ૦ ૧૧ વિષય કષાય જહર ટળી, અમૃત થાય એમ; ના ૦ જે પરસિદ્ધ રુચિ હુવે, તો પ્રભુસેવા ધરી પ્રેમ. ના ૦ ૧ ૦ ૧૨ કારણ રંગી કાર્યને, સાધે અવસર પામી; ના ૦ દેવચંદ્ર જિનરાજની, સેવા શિવસુખ ધામી. ના ૦ ન ૦ ૧૩
– ––
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન વાસુપૂજ્ય જિન વાહલા રે, સંભાળો નિજ દાસ; સાહિબ શું હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસ રે.
ચુતર વિચારિયે. શ્વાસ મહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસર્યા નવિ વીસરે રે, તેહ શું હઠ કિમ હોય રે. ૨ ૦ ૨ આમણ દમણ નવિ ટળે રે, પણ વિણ પૂરે રે આશ; સેવક યશ કહે દીજીએ રે, નિજ પદકમળનો વાસ રે. ૨ ૦ ૩
– – –
(૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન દીઠો દરિશણ શ્રીપ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નિરોગી થાય, તેહની ભક્તિ કોને ન સહાય. ૧ પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભગતે નિરભયપદ લહિયે, તેહની સેવામાં થિર રહીએ. ૨ રાગી સેવકથી જે રાચે, બાહ્યભક્તિ દેખીને માગે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. ૩