________________
૩૩૦ : સ્વાધ્યાય સંચય
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનવંત રે;
મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧ યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાધક ભાવ લહંત રે. મ ૦ ૨ અલ્પવીર્ય ક્ષયોપશમ અછે, અવિભાગ વર્ગણા રૂપ રે; વગુણ એમ અસંખ્યથી, થાએ યોગસ્થાન સરૂપ રે. મ ૦ ૩ સુહમ નિગોદી જીવથી, જાવસનીવર પજજત રે; યોગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્ત રે. મ ૦ ૪ સંયમને યોગે વીર્ય તે, તુણ્ડ કીધો પંડિત દક્ષ રે, સાધ્ય રસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે. મ૦ ૫ અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે સ્થિર એક તત્ત્વતા વર્તતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે. મ૦ ૬ ચક્રભ્રમણ ન્યાય સંયોગતા, તજી કીધ અયોગી ધામ રે, અકરણ વીર્ય અનંતતા, નિજગુણ સહકાર અકામ રે. મ૦ ૭ શુદ્ધ અચલ નિજવીર્યની, નૈરુપાધિક શક્તિ અનંત રે; તે પ્રગટી મેં જાણી સહી, તિણે તુમહી જ દેવ મહંત રે. મ૦ ૮ તુજ જ્ઞાને ચેતના અનુગમી, મુજ વીર્ય સ્વરૂપ સમાય રે; પંડિત ક્ષાયિકતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય રે. મ. ૯ નાયક તારક તું ધણી, સેવનથી આતમ સિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાનંદ સમૃદ્ધિ રે. મ. ૧૦