________________
સ્વાધ્યાય સંચય : ૩૨૯
ભવ્ય અભવ્ય પરિત્ત અનંત તો,
કૃષ્ણ શુકલ પક્ષ ધાર; જિ. આરાધક વિરાધક રીતનો,
પૂછી કરત નિરધાર. જિ૦ સે૨ કિણ કાળે કારણ કે હવે મળે,
થાશે મુજને હો સિદ્ધ, જિ. આતમતત્ત્વ રુચિ નિજ રિદ્ધિની,
લહીશું સર્વ સમૃદ્ધિ, જિ. સે૩ એક વચન જિન આગમનો લહી,
નિપાવ્યાં નિજ કામ; જિ . એટલે આગમ કારણ સંપજે,
ઢીલ થઈ કિમ આમ. જિ. સે૪ શ્રીધરજિન નામ બહુ નિસ્તર્યા,
અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરીખો એટલે કારણ લહે,
ન તરે કહો કિમ તેહ. જિ૦ સે - ૫ કારણ જોગે સાધે તત્ત્વને,
નવિ સમર્યો ઉપાદાન; જિ. શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે,
તેહનો કોણ નિદાન. જિ૦ સે. ૬ ભાવરોગના વૈદ્ય જિનેશ્વરુ,
ભાવ-ઔષધ તુજ ભક્તિ; જિ ૦ દેવચંદ્રને શ્રી અરિહંતનો,
છે આધાર એ વ્યક્તિ. જિ. સે. ૭
૧૨/સ્વાધ્યાય સંચય