________________
૩૨૮ : સ્વાધ્યાય સંચય
તીન કાલ જાણંગ ભણી, શું કહિયે વારંવાર; જિ. પૂર્ણાનંદી પ્રભુતણું ધ્યાન તે પરમ આધાર. જિ. શ્રી. ૫ કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણ, જિ. પુષ્ટહેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ જિશ્રી ૦ ૬ શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય, જિ. ત્યાં લગે જગગુરુ દેવના, સેવું ચરણ સદાય. જિ. શ્રી ૭ કારજ પૂર્ણ કર્યા વિના, કારણ કેમ મુકાય; જિ. કારજરુચિ કારણતણા, સેવે શુદ્ધ ઉપાય. જિ. શ્રી૮ જ્ઞાન ચરણ સંપૂર્ણતા, અવ્યાબાધ અમાય જિ. દેવચંદ્ર પદ પામીએ, શ્રી જિનરાજ પસાય. જિય શ્રી ૯
(૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહ નજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારો રે, મારા ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. ૧ સીચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે, તિમ પ્રભુ કરુણાદેષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ ૦ ૨ વાચક યશ કહે તિમ કરો રે, રહિયે જેમ હજૂર રે, પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજૂર. એ. ૩
–––
(૭) શ્રીધર જિન સ્તવન સમુખ મુખ પ્રભુને ન મળી શક્યો,
તો શી વાત કહાય; જિણંદજી. નિજ પર વીતક વાત લો સહુ,
પણ મને કિમ પતિત આય. જિ, જિ. સે. ૧