________________
સ્વાધ્યાય સંચય : ૩૧૭
પ્રેમ મગન નિભાવતા રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્ર૦ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસ રે. પ્ર૦ ૬ પૂરણ ઘટાવ્યંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્ર૰ આતમ ધ્યાને ઓળખી રે, કાંઈ તરશું ભવનો પાર રે. પ્ર૦ વર્ધમાન તુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદિશ રે; પ્ર૰ મોહન કહે મનમંદિરે રે, કાંઈ વસિયો તું વિશ્વાવીશ રે.
પ્ર
.
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન સ્તવન (૧) શ્રી સીમંધર જિન સ્તવન
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધધર્મ પ્રગટયો જે તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી, વિનવિયે મન રંગે. જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસનરમણ વિયોગે, વલગ્યો વિભાવ અધર્મ રે સ્વામી. વિ૰ ૨ વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે સ્વામી વિ૦ ૩ જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ; પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે સ્વામી. વિ૦ ૪ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો;
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્ધન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી. વિ૰ પ
૧
જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિવરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયો રે સ્વામી. વિ૦ ૬
૧. આત્મા. ૨. કર્તા.