________________
૩૧૮ : સ્વાધ્યાય સંચય
અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજીએ શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીએ ભવભય ટેવ રે સ્વામી. વિ૦ ૭ શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી. વિ. ૮ આતમ ગુણ નિર્મળ નીપજતાં, બાન સમાધિ સ્વભાવે; પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે સ્વામી. વિ . ૯
શ્રી યશોવિજયજીકૃત બીજી ચોવીશી
(૧) શ્રી ઋષભ જિન સ્તવન ઋષભ જિનંદા, ઋષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજશું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી. ઋ૦ ૧ દીઠા દેવ રુચે ન અનેરા, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા; સ્વામી શું કામણડું કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું. ઋ૦ ૨ પ્રેમ બંધાણો તે તો જાણો, નિર્વહેશ્યો તો હોશે પ્રમાણો; વાચક યશ વીનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજઋ૦ ૩
(૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન પ્રણમું ચરણ પરમ ગુરુજિનના, હંસ તે મુનિજન મનના; વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના, મોરા સ્વામી હો, તોરો ધ્યાન ધરીજે; ધ્યાન ધરીજે હો સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે. મો૧ સકલ પ્રદેશ સમાગુણ ધારી, નિજનિજ કારજ કારી; નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી. મો - ૨ ૧. આસપાસ, ચોમેર.