________________
સ્વાધ્યાય સંચય : ૩૧૫
વિનતિ માનજો શક્તિ એ આપજો,
ભાવ સાદ્રાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે.
તા ૦
૭.
ચોવીશે જિનગુણ ગાઈએ, વ્હાઈએ તત્ત્વસ્વરૂપોજી; પરમાનંદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનૂપોજી. ચો - ૧ ચવદહસેં બાવન ભલા, ગણધર ગુણ ભંડારોજી; સમતામયી સાહુ સાહણી, સાવય શ્રાવિકા સારોજી. ચો ૦ ૨ વર્ધમાન જિનવર તણો, શાસન અતિ સુખકારોજી; ચઉવિત સંઘ વિરાજતાં, દુસમ કાલ આધારો'. ચો ૦ ૩ જિન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બોધોજી; અહિત ત્યાગ હિત આદરસંયમ તપની શોધોજી. ચો - ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીર્ણ કર્મ અભાવોજી; નિષ્કર્મીને અબાધતા, અવેદન અનાકુલ ભાવોજી. ચો - ૫ ભાવરોગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધોજી; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધોજી. ચો . ૬ શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાનોજી; સુમતિ સાગર અતિ ઉલ્લસે, સાધુરંગ પ્રભુ ધ્યાનોજી. ચો ૭ સુવિદિત ખરતર ગચ્છવરુ, રાજસાગર ઉવઝાયોજી; જ્ઞાન ધર્મ પાઠક તણો, શિષ્ય સુજસ સુખદાયોજી. ચો . ૮ દીપચંદ્ર પાઠક તણો, શિષ્ય સ્તવે જિનરાજોજી; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજોજી. ચો ૦ ૯