________________
૩૧૪ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજસ લીજે; દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણી,
દયાનિધિ દીન પર દયા કીજે.
તા - ૧
રાગદ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો;
લોકની રીતિમાં ઘણુંયે રાતો; ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,
ભમ્યો ભવમાંથી હું વિષય માતો.
તા ૦ ૨
તા
૦
૩
તા
૦
૪
આદર્યું આચરણ, લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબવિનું,
તેહવો કાર્ય તિણે કો ન સીધો. સ્વામી દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મલો,
જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો,
સ્વામી સેવા સહી નિકટ લાશે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે,
દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,
કર્મ ઝીપી વસે મુક્તિ ધામે. જગત વત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરુદ નિજ રાખવા,
દાસની સેવના રખે જોશો.
તા ૦ ૫
તા ૦ ૬