________________
સ્વાધ્યાય સંચય : ૩૧૩
ચરમ ૦ ૬
આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધિપ્રતિષેધ. અંતિમ ભવગ્રહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તમેં આનંદઘન પદ પામશું રે, આતમરૂપ અનૂપ.
ચરમ - ૭
[૩] વીર જિનેશ્વર પરમેશ્વર જયો, જગ જીવન જિન ભૂપ; અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી, દાખ્યું તાસ સ્વરૂપ. વીર ૦ ૧ જેહ અગોચર માનસ વચનને, તેહ અતીંદ્રિય રૂપ; અનુભવ મિત્તે રે વ્યક્તિ શક્તિશું, ભાખ્યું તાસ સ્વરૂપ. વીર - ૨ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ. વીર ૦ ૩ અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ, સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘલો રે ખેદ. વીર. ૪ દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત જે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર ૦ ૫ અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીતપ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત. વીર ૦ ૬ અનુભવ પ્રસંગ રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યો સવિકાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ. વીર ૦ ૭