________________
૩૦૮: સ્વાધ્યાય સંચય
ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય સુજ્ઞાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુ. ધૂ. ૧ સર્વવ્યાપી કહો સર્વ જાણંગપણે, પરપરિણમન સરૂપ, સુ પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ સુ ધૂ૦ ૨ શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ સુ છે દ્રવ્ય એકત્વપણે ગુણએકતા, નિજપદ રમતા હો એમ. સુ ધૂ૦ ૩ પરક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહ્યું, નિર્મલતા ગુણમાન. સુ ૦ ધૃ૦ ૪ શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર , કાળ પ્રમાણે રે થાય; સુ સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુ . ધૂ. ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુ આત્મ ચતુર્કમયી પરમાં નહીં, તો કિમસહુનો રે જાણ. સુ - ધ્રુવ ૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુસાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલને દૃષ્ટાંત સુ ૦ ધૃ૦ ૭ શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈહાં પારસ નાંહી; સુ ૦ પૂરણરસીઓ હો નિજગુણ પરસનો આનંદઘનમુજમાંહી. સુધૂ. ૮
૧. પાષાણરૂપ પારસ નહીં. ૨. આત્મગુણરૂપ પારસનો.