________________
સ્વાધ્યાય સંચય : ૩૦૫
કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ ૦ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદરાજ. ૫૦ ૧૭
*
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
નેમિ જિણેસર નિજ કારજ કર્યું, છાંડયો સર્વ વિભાવોજી; આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. ને ૧ રાજુલ નારી રે સારી મતિ, ધરી અવલંબ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી. ને ૨ ધર્મ અધર્મ આકાશ, અચેતના તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવેરે, કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી. ને૦ ૩ રાગી સંગે રે રાગદશા વધે, થાયે તિણે સંસારોજી; નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી. ને ૪ અપ્રશસ્તતા રે ટાળી, પ્રશસ્તતા કરતાં આશ્રવ નાસેજી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશેજી. ને૦ ૫ નેમિપ્રભુ ધ્યાને ૨ે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનોજી; શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનોજી. તે ૦૬ અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશોજી; દેવચંદ્ર જિનવરની સેવના કરતાં વાધે જગીશોજી. ને ૦૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ, મેરે વાલમા; નવ ભવ નેહ નિવારિયો રે હાં,
શ્યો જોઈ આવ્યા જોષ. મે૰ તો૦ ૧