________________
૩૦૪ : સ્વાધ્યાય સંચય
પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર, મ ચતુરાઈ રો કુણ કહો રે, ગુરુ મલિયો જગસૂર. મ ૦ ૫ મારું તો એમાં કયુંહી નહિ રે, આપ વિચારો રાજ મ ૦ રાજસભામાં બેસતાં રે, કિસડી બધસી લાજ. મ ૬ પ્રેમ કરે જગ જન સહુ રે, નિહિ તે ઓર, મ પ્રીત કરીને છોડી દે રે, તે શું ન ચાલે જોર. મ. જો મનમાં એવું હતું રે, નિસપત કરત ન જાણ; મ. નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. મ ૦ ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પોષ, મ0 સેવક વંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મ ૦ ૯ સખી કહે એ શામલો રે, હું કહું લક્ષણ સેત; મ ૦ ઇણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત. મ. ૧૦ રાગી શું રાગી સહુ રે, વૈરાગી ગ્યો રાગ; મ૦ રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મ ૦ ૧૧ એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલોઈ જાણે લોક, મ અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. મ ૦ ૧૨ જિણ જોણિ તુમને જોઉં રે, તિણ જોગિ જોવો રાજ; મ ૦ એક વાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મ. ૧૩ મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વવિચાર; મ ૦ વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ . સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મe આશય સાથે ચાલીએ રે, એહિજ રૂડું કામ. મ. ૧૫ ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર, મ હું ધારણ પોષણ તારણો રે, નવરસ મુક્તાહાર. મ ૦ ૧૬ ૧. કેવી લાજ, શોભા વધશે? ૨. સંબંધ. ૩. શ્વેત. ૧. દષ્ટિ. ૨. લાજ.