________________
૩૦૦ : સ્વાધ્યાય સંચય
હોતું નિ:સનેહી જિનરાય જો, એકપખી પ્રીતલડી કિણપર રાખીએ રે લો; હો ૦ અંતરગતિની મહારાજ જો, વાતલડી વિણ સાહિબ કેહને દાખીએ રે લો. ૩ હો અલખરૂપ થઈ આપ જો, જાઈ વસ્યો શિવમંદિર માંહિ તું જઈ રે લો; હો. લાધ્યો તુમારો ભેદ જો, સૂત્ર સિદ્ધાંતગતિને સાહિબ તુમે લડી રે લો. ૪ હો જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજો માહરો રે હો પય પ્રણમી જિનરાજ જો, ભવ ભવ શરણો સાહિબ સ્વામી તાહરો રે લો. ૫ હો ૦ રાખશું હૃદય મોઝાર જો, આપો શામળીઆ ધો પદવી તાહરી રે લો; હો રૂપવિજયનો શિષ્ય જો, મોહનને મન લાગી માયા તાહરી રે લો. ૬
*.
એકવિસમા શ્રી નેમિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ષટું દરિસણ જિનમંગ ભણી જે, ન્યાસષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણ આરાધે રે. ષટ્ ૦ ૧ જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, કહો દુગ અંગ અખેદ રે. ૧ ૦ ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. ૧ ૦ ૩