________________
સ્વાધ્યાય સંચય : ૨૯૯
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; વદન અનોપમ નિરખતાં, મારાં ભવભવનાં દુ:ખ જાય રે; મારાં ભવ ભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતો સુખકંદ રે; સુખકંદ અમંદ આણંદ, પરમ ગુરુ દીપતો. સુ ૦ ૧ નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઊપજે આનંદ પૂર રે;
|
ત જ સુ ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે;
તે જ . સુ - ૩ અક્ષય પદ દિયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે;
એ જ સુ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજજનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.
૫૦ જ . સુ ૦ ૫
– (૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન હો પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કઈ રીતે જો, ઓળગુઆને આલાલુંભન તાહરો રે લો; હો - ભક્તવચ્છલ ભગવંત જો, આઈ વસો મન મંદિર સાહિબ માહરે લો. ૧ હો . ખીણ ન વીસરું તુ જો, તંબોળીના પત્ર તણી પેરે ફેરતો રે લો; હો રુ લાગી મુજને (તાહરી) માયા જોર જો, દીણયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો. ૨