SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ : સ્વાધ્યાય સંચય વીસમા શ્રી મુનિસુવ્રત સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો, આતમતત્ત્વ કર્યું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયો; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો. મુનિ ૧ કોઈ અબંધ આતમતત્ત માને, કિરિયા કરતો દીસે; ક્રિયા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિત્ત રીસે. મુ. ૨ જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો; દુ:ખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. મુ - ૩ એક કહે નિત્યજ આતમ તત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણો. મુ - ૪ સીંગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ-મોક્ષ સુખ-દુ:ખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુ - ૫ ભૂત ચતુષ્ક વજત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકે? મુ ૬ એમ અનેક વાદિ મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુ - ૭ વળતું જગગુરુ ઇણિપેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ ખપ વજિત, આતમ શું રઢ મંડી. મુ૮ આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફીર ઈસમેં નાવે; વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુ - ૯ જિણે વિવેક ધરી એ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો આનંદઘન પદ લહિયે. મુ. ૧૦ ૩. આત્મતત્વ.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy