________________
સ્વાધ્યાય સંચય : ૨૮૯
તુજ સમકિત રસસ્વાદનો જાણ,
પાપ કુભક્ત બહુ દિન સેવિયુંજી; સેવે જો કર્મને યોગે તહિ,
વાંછે તે સમકિત અમૃત ધુરિ લિખ્યુંજી. ૩ તાહરું ધ્યાન તે સમકિતરૂપ,
તેહીજ જ્ઞાન તે ચારિત્ર તેજ છે જી, તેહથી રે જાયે સઘલાં પાપ,
ધ્યાતા રે બેયસ્વરૂપ હોય પછજી. ૪ દેખી રે અદ્ભુત તાહરું રૂપ,
અચરજ ભવિક અરૂપી પદ વરેજી. તાહરી ગતિ તું જાણે હો દેવ,
સ્મરણ ભજન તે વાચક યશ કરેજી. ૫
"સત્તરમા શ્રી કુંથુનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન મનડું કિમહિ ન બાજે હો, કુંથુજિન મનડું નિમહિનબાજે, જિમજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગું ભારે હો. કું. ૧ રજની વાસર વસતિ ઉજજડ ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કું. ૨ મુક્તિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાખે અવળે પાસે હો. કું. ૩ આગમ આગમધરને હાથે નાવે કિણવિધ આકું; કિહાં કણે જો હઠ કરી હટકું તો, લાલ તણી પરે વાંકું હો. કું. ૪ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નહી; સર્વ માંહી ને સહુથી અલગું, એ અચરજ મન માંહી હો. કું. ૫ ૨. ખાલી.