________________
૨૯૦: સ્વાધ્યાય સંચય
જે જે કહું તે કાન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કું. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન જેલે હો. કું. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કું. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહરું આણો, તો સારું કરી જાણે હો. કું- ૯
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સમવસરણ બેસી કરી રે, બારહ પરિષહ્માંહે, વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગના હો રે કુંથુજિનેસરુ નિર્મલ તુજ મુખ વાણી રે, તે શ્રવણે સુણે,
તેહીજ ગુણમણિ ખાણી રે. કું. ૧ ગુણ પર્યાય અનંતતા રે, વલી સ્વભાવ અગાહ, નય ગમ ભંગ નિક્ષેપ રે, હેયાય પ્રવાહો રે. કું. ૨ કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે. કું. ૩ વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામો; ગ્રાહક અવસર બોધથી રે, કહેવે અર્પિત કામો રે. કું ૪ શેષ અનપિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધાબોધ; ઉભય રહિત ભાસન હુવે રે, પ્રગટે કેવલ બોધ રે. કું. ૫ છત પરિણતિ ગુણવર્તના રે, ભાસન ભોગ આનંદ; સમકાળે પ્રભુ તાહરે રે, રમરમણ ગુણવંદો રે. કું૬ ૩. કુમતિ સ્ત્રીનો ભાઈ