________________
૨૮૮ : સ્વાધ્યાય સંચય
પ્રાતિહારજ અતિશય શોભા વા . તે તો કહિય ન જાવે રે ધૂક બાલકથી રવિકરભરનું વર્ણન કેણીપેરે થાવે રે. ભ૦ ૨ વાણી ગુણ પાંત્રીસ અનોપમ વા. અવિસંવાદ સરૂપે રે, ભવદુ:ખવારણ શિવસુખકારણ, શુદ્ધો ધર્મ પ્રરૂપે રે. ભ૦ ૩ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ વા. ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહિય અનેક, તિહાં થયા સમકિત ધારી રે. ભ૦ ષ નય કારજરૂપે ઠવણા વા . સગ નય કારણ ઠારી રે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભ૦ ૫ સાધક તિન નિક્ષેપ મુખ્ય વા જે વિણ ભાવ ન લહિયે રે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે. ભ૦ ૬ ઠવણા સમવસરણે જિન સેતી વા. જો અભેદતા વાધી રે; એ આતમના સ્વ-સ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે. ભ૦ ૭ ભલું થયું મેં પ્રભુગુણ ગાયા વા રસનાનો ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભ૦ ૮
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન ધન્ય દિન વેલા, ધન્ય ઘડી તેહ,
અચિરારો નંદન જિન જદિ ભેટશુંજી; લહીશું રે સુખ દેખી મુખચંદ,
વિરહવ્યથાનાં દુ:ખ સવિ મેટશું. ૧
જાગ્યો રે જેણે તુજ ગુણ લેશ,
બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખ્યો રે જેણે અમી લવલેશ,
બાકસબુકસ તસ ન રુચે કિમેજી. ૨. ૧. ઘુવડ