________________
સ્વાધ્યાય સંચય : ૨૮૭
૮
દુષ્ટજન-સંગતિ પરિહરી, ભજે સગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે. શાં માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે; વંદક નિદક સમ ગણે, ઈશ્યો હોયે તું જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે, તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેહુ સમ ગણે, મુણે ભવજલધિ નાવ રેશાં ૰૧૦
શાં
આપણો આતમભાવ જે, એક ચેતન આધાર રે; અવર વિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રેશાં ૦ ૧૧ પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશને નસ્તર્યો, મુજ સિદ્ધાં સવિ કામ ૨. શાં૰૧૨ અહો! અહા! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાં૦ ૧૩ શાંતિસ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે. શાં ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાં૰૧૫
જગત
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
રે,
દિવાકર જગત કૃપાનિધિ, વહાલા મારા સમવસરણમાં બેઠા ચમુખ ચવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે, ભવિક જન હરખો રે, નિરખી શાંતિજિણંદ ભ ઉપશમ રસનો કંદ, નહિ ઈણ સરિખો રે-એ આંકણી.
૯