________________
૬ : સ્વાધ્યાય સંચય
જડ-ચેતન વિવેક જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવ-અન્તનો ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન; બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
પત્રાંક ૯૦૨, મુંબઈ, કા. વ. ૧૧, ૧૯૫૬
ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ. ૨. આતમભાવના
ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરૂ નિગ્રંથ સર્વશદેવ.