________________
સ્વાધ્યાય સંચય : ૫
می .
આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત; જલકમલ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ૧ ઉષ્ણ ઉદક જેવો રે, આ સંસાર છે; તેમાં એક તત્ત્વ મોટું રે, સમજણ સાર છે. ૨ સુદ્ધતા વિચારે ધાવે, સુદ્ધતા મેં કેલિ કરે;
સુદ્ધતા મેં થિર હૈ, અમૃતધારા બરસે. ૩ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભ્રામે રે, થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. ૪ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. ૫