________________
૪ : સ્વાધ્યાય સંચય
જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુિરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.]
શ્રીમદ્ રાજચંદ્ર, મોક્ષમાળા-શિ. ૧૦૭
પ્રાત:કાળની ભાવનાનાં પદો તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. આસ્રવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. કર્મ શાંતિ કે અર્થી જિન, નમો શાંતિ કરનાર, પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર.