________________
૨૬૮: સ્વાધ્યાય સંચય
પણ હવે શાસ્ત્રગતે મતિ પહોંચી,
તેહથી મેં જોયું ઊંડું આલોચી; સા ૦ ઈમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે,
સામુ ઈમ અનુભવ ગુણ પ્રગટે. સા ૦ ૫ હય-ગય યદ્યપિ તું આરોપાએ,
તો પણ સિદ્ધપણું ન લોપાએ સારુ જિમ મુગટાદિક ભૂષણ કહાએ,
પણ કંચનની કંચનતા ન જાએ. સા. ૭ ભક્તની* કરણી દોષ ન તુમને,
અઘટિત કહવું અયુક્ત તે અમને સારુ લોપાએ નહિ તું કોઈથી સ્વામી,
મોહન વિજય કહે શિર નામ. સા. ૮
દસમા શ્રી શીતલનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શીતલ જનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે; કરુણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શી - ૧ સર્વજંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીણ રે, હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શી - ૨ પરદુ:ખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષ્ણ પરદુ:ખ રીઝ રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શી - ૩ અભયદાન તે મલક્ષય કરુણા, તીક્ષ્ણતા ગુણ ભાવે રે, પ્રેરણવિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શી - ૪ * એ બધી ભક્તજનોની કરણી છે, એમાં તમને કંઈ દોષપ્રાપ્તિ થતી નથી.