________________
સ્વાધ્યાય સંચય : ૨૬૭
લાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હો લાલ, થ૦ સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી હો લાલ, વ્ય ૦ હવે સંપૂરણ સિદ્ધિ, તણી શી વાર છે હો લાલ, તo દેવચંદ્ર જિનરાજ, જગત-આધાર છે હો લાલ. જ૦ ૭
(૩) મોહનવિજ્યજીકૃત સ્તવન અરજ સુણો એક સુવિધિ જિણેસર,
- પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સ્ત્રાહિબા સુજ્ઞાની જોવો તો,
વાત છે માન્યાની; કહેવાઓ પંચમ ચરણના ધારી,
કિમ આદરી અશ્વની અસવારી? સા ૦ ૧ છો ત્યાગી શિવલાસ વસો છો,
દઢરથસુત રથે કિમ બેસો છો? સા , આંગીપ્રમુખ પરિગ્રહમાં પડશો,
- હરિહરાદિકને કિવિધ નડશો? સા ૦ ૨ ધુરથી સકલ સંસાર નિવાર્યો,
કિમ ફરી દેવદ્રાદિક ધાર્યો? સા ૦ તજી સંજમને થાશો ગૃહવાસી,
કુણ આશાતના તજશે ચોરાશી? સા. ૩ સમકિત મિથ્યા મતમાં નિરંતર,
ઈમ કિમ ભાંજશે પ્રભુજી અંતર? સારુ લોક તો દેખશે તેહવું કહેશે,
ઈમ જિનતા તુમ કિસવિધિ રહેશે? સા - ૪
૧.જેના પ્રભાવથી.