________________
૨૬૬ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન દીઠો સુવિધિ જિણંદ, સમાધિરસે ભય હો લાલ, સ0 ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનો વીસય હો લાલ, અ ૦ સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલ. થી ૦ સત્તા સાધન માર્ગ, ભણી એ સંચય હો લાલ. ભ૦ ૧ તુમ પ્રભુ જાણંગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સ ૦ નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ. સ ૦ પર પણતિ અષ, પણે ઉવેખતા હો લાલ, પ૦ ભોગ્ય પણે નિજ શક્તિ, અનંત ગવેષતા હો લાલ, અ૦ ૨ દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા હો લાલ, હ૦ તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા હો લાલ ૦ ગ્ર પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપાણી રસા હો લાલ, સ્વ. વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ. જા. ૩ મોહાદિકની, ઘૂમિ અનાદિની ઊતરે હો લાલ, અ૦ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, સ્વ. તત્ત્વ-રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, ભ૦ તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ, સ્વા. ૪ પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ હું તાહરો હો લાલ, દા. કરૂણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હો લાલ, અe આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો હો લાલ, સ ૦ ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હો લાલ. ૨ ૦ ૫ પ્રભુમુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે હો લાલ, પ્ર. દ્રવ્ય તણે સાધર્મ, સ્વસંપત્તિ ઓળખે હો લાલ, સ્વ ઓળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ, સ ૦ રુચિ-અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લાલ. ચ૦ ૬