________________
સ્વાધ્યાય સંચય : ૨૬૩
અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર; આજ હો કીધા રે ઓગણીશે, સુરગણ ભાસુરેજી. ૩ વાણીગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ; આજ હો રાજે રે દીવાજે, છાજે આઠશુંજી ૪ સિહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થપ્પોજી. ૫
આઠમા શ્રી ચંદ્રપ્રભ સ્વામી
(૧) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન શ્રી ચંદ્રપ્રભ જિનપદ-સેવા, હેવાએ જે હલિયાજી; આતમગુણ અનુભવથી મલિયા, તે ભવ-ભયથી ટલિયાજી.
શ્રી ચંદ્રપ્રભ - ૧ દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી; ભાવ અભેદ થવાની ઇહા, પરભાવે નિષ્કામોજી. શ્રી - ૨ ભાવસેવ અપવાદે નૈગમ, પ્રભુ-ગુણને સંકલ્પજી; સંગ્રહ સત્તા તુલ્લારોપે, ભેદ-ભેદ વિકલ્પજી. શ્રી - ૩ વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણાજી; પ્રભુ-ગુણ આલંબી પરિણામે, ઋજુ પદ ધ્યાન સ્મરણાજી. શ્રી ૦ ૪ શબ્દ શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી. શ્રી ૦ ૫ ઉત્સર્ગ સમકિત ગુણ પ્રગટયો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી. શ્રી ૦ ૬ ઋજસૂત્રે જે શ્રેણી પદસ્થ, આત્મ-શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી. શ્રી ૦ ૭
૨. સ્વાભાવિક.