________________
૨૬૨ : સ્વાધ્યાય સંચય
સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્તવન
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન શ્રી સુપાસ જિન વંદિયે, સુખસંપત્તિનો હેતુ; લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુલલના. શ્રી સુ - ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ; લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રી સુ - ૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિનઅરિહા તિર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન. લ૦ શ્રી સુ૦ ૩ અલખ નિરંજન વચ્છલુ, સકલજંતુ-વિશરામ; ૧૦ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. ૧ ૦ શ્રી સુ ૦ ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ; લ૦ નિદ્રા તંદ્રા દૂરંદશા, રહિત અબાધિત યોગ. લ૦ શ્રી સુ - ૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લ૦ પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન્ન. લ૦ શ્રી સુ ૦ ૬ વિધિ વિરંચિ વિશ્ર્વભરુ, હલીકેશ જગનાથ; લ૦ અઘહર અઘમોચન ધણી, મુક્તિપરમપદ સાથ. લ૦ શ્રી સુ - ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; લ૦ જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રી સુ - ૮
. (૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવનશિરતાજ આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧ દિવ્ય ધ્વનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨