________________
૨૫૬ : સ્વાધ્યાય સંચય
ચોથા શ્રી અભિનંદન સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન અભિનંદનજિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિ - ૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મંદ મેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિશશિરૂપ વિલેખ. અભિ- ૨ | હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ. અભિ ૦ ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ! કોઈ ન સાથ. અભિ ૦ ૪ દરિશણ દરિશણ રટતો જો ફરું, તો રણ રોગ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિ - ૫ તરસ ન આવે તો મરણ-જીવન તણો, સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિ ૦ ૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન ડ્યું જાણી ક્યું બની આવશે, અભિનંદન રસ રીતિ હો મિત્ત; પુદ્ગલ અનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો મત્તિ. કર્યું . ૧ પરમાતમ પરમેશ્વર, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. કયું છે ? શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિ:સંગ હો મિત્ત; આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. શું . ૩
૧. માર્ગદર્શક, ભોમિયો. ૨. ત્રાસ