________________
સ્વાધ્યાય સંચય : ૨૪૯
- જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીંપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુલની છબિ એવી
દારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.
મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૮૧
સ્તવનો પહેલા શ્રી ઋષભદેવ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનંત. ગૃષભ - ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. ઋષભ ૦ ૨ કોઈ કંત કારણ કાષ્ટભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન થાય. ક્ષભ ૦ ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ. ક્ષભ ૪ ૧. કાઠમાં, બળી મરે. ૨. કદિયે. ૩. પ્રકૃતિ.