________________
૨૪૮ : સ્વાધ્યાય સંચય
ક્ષમાપના
કૃપાળુ દેવને વંદી, ખમાવું સર્વ જીવોને, બહિદૃષ્ટિથી જોતાં તો, ઉદય પ્રારબ્ધ નિહાળો; નયન અંતર તણાં ખૂલતાં, સ્વરૂપની સાધના ભાળો. અહો ભવ્યો! સદા સાધો, રૂડી અધ્યાત્મ ઉન્નતિને; બનો સૌ ઊર્ધ્વગામી તો, તજી આત્મિક અવનતિને. ડી અભિલાષ એ નિત્ય, અવર આશય ઉરે નાંહી; જગતમાં શ્રેય સૌનું હો, પ્રબળ આ ભાવ દિલમાંહીં. તથાપિ જીવ જો દુભવ્યો, તમારા આ જીવનમાંહીં; નથી આશય દુભવવાનો, વિમલ છે ભાવ તો ત્યાંહી. છતાં વ્યવહારમાં સાચું કહેતાં ચિત્ત સુહૃદયનાં; દુભાયા જો કદી ક્ષમજો, બની સત્પાત્ર શિવપદનાં. તજીને રોષ કે તોષ, નિજાત્મા સાધવો રંગે; શમાનું સ્વરૂપમાં સાધી, સમાધિ બોધી સસંગે. નમન હો! સ્વરૂપસાધકને, સ્વરૂપસિદ્ધિ લહી જેણે; ઉરે રાજેશ વચનોથી, જીવન સાર્થક કર્યું જેણે.
પરમપુરુષદશાવર્ણન કીચસી કનક જાકે, નીચસી નરસપદ, મીચસી મિતાઈ, ગુરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ-જાતિ, કહરસી કરામાતી, હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી. જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીસી સુજસુ જાનૈ, બીઠસૌ બખત માને, એસી જાકી રીતિ, તાહી બંદન બનારસી.
સમયસાર નાટક, બંધદ્રાર, ૧૯