________________
સ્વાધ્યાય સંચય : ૨૪૩
પ્રકાશ્યો જે ગુરુરાજે, સનાતન માર્ગ મુક્તિનો;
દીધો સન્માર્ગ તે અમને, અહો! ઉપકાર પ્રભુશ્રીનો! ૫ મણિધર મોરલી ના, બને તલ્લીન આનંદે;
સુણી પ્રભુ બોધની બંસી, બન્યા કેઈ લીન નિજાનંદે. ૬ સકલ જડ દ્રવ્યથી જુદો, ચિદાત્મા જ્ઞાનઘન શુદ્ધો;
અનંતા જ્ઞાનીએ જાણ્યો, અનુભવ સૌખ્ય આસ્વાદ્યો. કૃપાળુ આશ્રય આપે, ચિદાત્મા શુદ્ધ તે માણ્યો;
અમારું તે સ્વરૂપ, તેનો અનુભવ એ જ મન માન્યો. ૮ વચન તુજ સાર ત્રિભુવનમાં, વસે જો મુજ અંતરમાં;
પછી ભય કે વ્યથા શાની? વિપદ્ વ્યાધિ ભયંકરમાં. ૯ મરણ પણ થાય જ્યાં તનનું, નથી હું નિશ્ચયે મરતો;
પ્રભુ તુજ ચરણ આશ્રયથી, અમર પદમાં ગતિ કરતો. ૧૦
ઓથ હમારે હે ગુરુ! એક જ આપની
આ અવનીમાં અવર નથી આધાર જો; સ્વાર્થરહિત શ્રેયસ્કર સ્વામી આપ છો,
સઘળો બીજો સ્વાર્થતણો સંસાર જો –ઓથ હમારે ભોમે ગુરુજી આપ મળ્યા છો ભોમિયા,
હવે મને ભય શાનો છે તલભાર જો, ચોર નહીં જ્યાં તેને માર્ગે દોરજો;
કરતા આવ્યા છો અગણિત ઉપકાર જો –ઓથ હમારે ૦ મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી,
વહાર કરો આ વાર સુણી ગુરુદેવ જો, આશ્રિત જનને પાળો છો પ્રભુ પ્રેમથી,
ધન્ય ધન્ય હે, પરમકૃપાળુ દેવ જો –ઓથ હમારે ૧. પૃથ્વી પર. ૨. માર્ગદર્શક.