________________
૨૪૨ : સ્વાધ્યાય સંચય
સમજે સર્વે મનમાં એવું, મુજ પર પ્રેમ પ્રભુનોજી, પરમકૃપાળુ સર્વોપરી છે, હું તો સૌથી નાનોજી; પરમ પ્રેમ મૂર્તિ પ્રભુજીની, સહું સ્વપ્ન ન વિયોગજી, કાળ કરાળ દયાળ નહીં જરી, જડને શો ઉપયોગજી? ૨ ઋતુ પર્વ સૌ પાછાં આવે, યાદિ પ્રભુની આપેજી, પ્રેમમૂર્તિનું દર્શન ક્યાંથી? શોક સહુ જે કાપેજી; પ્રભુનાં સન્મુખ દર્શન વિણ તો, ક્યાંથી ઉમળકો આવેજી?
સ્મૃતિ સરોવર નિર્મળ જેનું, તેને વિરહ સતાવેજી. ૩ વિવિધ તાપથી બળતા જીવો, વચનસુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી, પ્રારબ્ધ નહીં બીતાજી; સત્યયુગ સમ કાળ ગયો એ, સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિથી, પ્રભુ અમને નિહાળેજ. ૪ સહુ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી, બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી, જગત, ભગતની રીતે જુદી, સત્ય ભગત કો વિરલાજી, પરમ કૃપાળુને પ્રગટાવે, રોમ રોમ તે હીરાલજી. ૫
–– ––
મલકતું મુખ પ્રભુશ્રીનું, હવે હા! ભાળશું ક્યારે? - ઝલકતી જ્યોત આત્માની, હવે નિહાળશું ક્યારે? ૧ ઉછળતી બોધ ઉર્મિઓ! હવે આસ્વાદલું ક્યારે?
અનાદિ સ્વપ્નને ત્યાગી સ્વરૂપે જાગશું ક્યારે? ૨ થયા પ્રભુ દૂર નયનોથી, છતાં અંતરથી ક્યાં જાશો?
તમે આત્મા અમર બોળો, અમરતા ક્યાં તજી જાશો? ૩ તજી સંસાર દુઃખદાયી, વસ્યા આત્મિક સુખસદને;
મળીશું નિશ્ચયે તમને, ક્રમે આરાધી તે પદને. ૪